ભરૂચની બહુમાળી કચેરીમાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરને એસીબીની ટીમે રૂ. 1.25 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. ટીમે તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.

ભરૂચની બહુમાળી કચેરીમાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરને એસીબીની ટીમે રૂ. 1.25 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. એસીબીએ તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. એસીબીની એક ટીમે અમદાવાદના બારેજા ખાતે તેમના વતનમાં તેમજ આણંદમાં આવેલાં તેમના મકાન ખાતે તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એસીબીની ટીમે તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.

પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે, તેઓ મૂળ અમદાવાદના બારેજા ખાતેના વતની છે, જ્યાં તેમના નિવૃત્ત શિક્ષક પિતા તેમજ માતા રહે છે, જ્યારે તેમનું અન્ય એક મકાન આણંદમાં ચૈતન્ય હરિધામ સોસાયટી, વિવેકાનંદ પાસે આવેલું છે, જ્યારે તેઓ તેમની પત્ની તેમજ 2 સંતાનો સાથે ભરૂચની અવધૂતનગર-2માં ભાડેથી રહેતા હતા. એસીબીની અન્ય ટીમે અમદાવાદ તેમના વતનમાં તપાસ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલેજમાં ફેકટરી નાખવા માગતા રહીશ પાસે લાંચિયા જીગર પટેલે ફાઇલ મંજૂર કરવા માટે રૂ. 1.25 લાખની લાંચ માગતા સુરત એસીબીએ છટકું ગોઠવ્યું હતું.