વાગરાના કડોદરા અને પણીયાદ્રા શાળાના તેજસ્વી છાત્રોનું યુ.પી.એલ. કંપની દ્ધારા સન્માન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ એજ્યુકેશન ઇન્સ્પેકટર ઉપસ્થિત રહયા હતા.વાગરા તાલુકા ના કડોદરા અને પણીયાદ્રા ગામની શાળામાં ધોરણ ૯ થી ૧૨માં ૬૦% કે તેથી વધુ તેમજ પ્રથમ પાંચ ઉચ્ચતર ક્રમાંક સાથે શાળામાં સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી વિધાર્થીઓનું યુ.પી.એલ. કંપની દ્વારા “ઉન્નતિ”-એક કદમ પ્રગતિ તરફ અભિયાન અંતર્ગત સન્માન સમારોહ જોલવા સ્થિત હોટેલ સૂબા ગ્રાન્ડ ખાતે યોજવામાં આવ્યુ હતુ.
જેમાં મુખ્ય અથિતિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર ખાસ ઉપસ્થિત રહયા હતા.ડી.ઇ.ઓ.નવનીત મેહતા દ્વારા જણાવાયુ હતુ કે યુ.પી.એલ. કંપની ની શિક્ષણ ઉત્થાનની શૈક્ષણિક પ્રવૃત્તિ સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગદર્શક બની રહશે.તેઓએ તમામ વિધાર્થીઓ, વાલીગણ અને શાળાના ઉપસ્થિત શિક્ષકોનું સન્માન કરીને ઉક્ત કામગીરીને બિરદાવી હતી.વિશેષમાં યુ.પી,એલ કંપનીના દિનેશકુમાર દ્વારા શિક્ષણની મહત્તા તેમજ જરૂરિયાત અને યોગ્ય માર્ગદર્શન સંસ્કારી સમાજનું નિર્માણ કરવામાં અગ્રીમ ભૂમિકા અદા કરે છે,તેમ જણાવી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા આહવાન કર્યું હતુ.
