ભરૂચ: વાવાઝોડા વચ્ચે પરિવારે લગ્નની જીદ પકડતા પોલીસ અને તંત્રએ શેલ્ટર હોમમા નવદંપતીના કરાવ્યા લગ્ન

New Update
ભરૂચ: વાવાઝોડા વચ્ચે પરિવારે લગ્નની જીદ પકડતા પોલીસ અને તંત્રએ શેલ્ટર હોમમા નવદંપતીના કરાવ્યા લગ્ન

એક તરફ વાવાઝોડાના ગુજરાતે ભયાવહ દ્રશ્યો જોયા છે જ્યારે બીજી તરફ તાઉતે વાવાઝોડાની દહેશત વચ્ચે હાંસોટ તાલુકાના કંટીંયાજળ ગામે અસરગ્રસ્ત નવદંપતીને પ્રભુતામાં પગલાં પાડવામા મદદ કરનાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ અનોખી માનવતાનો દાખલો બેસાડ્યો છે. તાઉતે વાવાઝોડાની દહેશત વચ્ચે તાલુકાના પાંચ ગામો અને આલિયાબેટના 600 જેટલા અસરગ્રસ્તોને ગામની શાળાઓમાં ખસેડ્યાની કામગીરી કરી હતી. પરંતુ આ વચ્ચે એક અચંબિત ઘટના બની હતી. ગઈકાલે કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા, જ્યાં એક અસરગ્રસ્ત પરિવાર પોતાનાં ઘરે પરત જતું રહ્યું હતું.

આ બાબતની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘરે દોડી ગયું હતુ. આ અંગે તપાસ કરતાં તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા તેવુ તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ લગ્નપ્રસંગ ટાળવા માંગતા ન હતા. હાંસોટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી, પેરોલ સ્કોડના સબ ઇન્સ્પેકટર બી ડી વાઘેલા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર એમ. આર. સકુરિયાંને સ્થિતિ સાંભળવાની જવાબદારી સોંપાઈ હતી. કોઈપણ ભોગે ગ્રામજનો વાવાઝોડું પસાર થઇ જાય ત્યાં સુધી કેમ્પમાં રહે તે માટે પ્રયત્નો શરૂ થયા હતા અને પરિવારને સમજાવીને શેલ્ટર હોમ ખાતે જ લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.

આખરે ભરૂચ પોલીસે લગ્ન કરાવી આપવાની જવાબદારી લેતા આખો પરિવાર શેલ્ટર હોમ પરત ફર્યો હતો. અહી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની હાજરીમાં નવ દંપતી હાંસોટ તાલુકાનાં કંટ્યાજાળના રહેવાસી રેખાબેન નરસિંહ ભાઈ રાઠોડ અને ઓલપાડ, સરોલીના રહેવાસી નિલેશભાઈ રતિલાલ રાઠોડના લગ્ન કરાવ્યા હતા. જાહેરનામા મુજબ ગાઇડલાઇનનું પાલન કરાવી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આમ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Read the Next Article

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કર્યા નિયુક્ત

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું.

New Update
aiff

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. 13 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર FCના મેનેજર 48 વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ નિર્ણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFFથી અલગ થઈ ગયા હતા. રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.

કુવૈતમાં જન્મેલા 49 વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (2023-24, 2024-25) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે.