ભરૂચ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા વહેલી સવારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ભુસ્તરશાસ્ત્રી, ભરૂચના માર્ગદર્શન હેઠળ વિભાગની તપાસ ટીમે ભરૂચ-દહેજ રોડ, નેશનલ હાઈવે પર વરેડિયા નજીક તેમજ ઝઘડિયા-રાજપારડી રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.ચેકિંગ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતાં બે વાહનો, બ્લેકટ્રેપનું બિનઅધિકૃત વહન કરતાં ત્રણ વાહનો તથા ગ્રેવલનું બિનઅધિકૃત વહન કરતાં બે વાહનો મળી આવ્યા હતા.વિભાગે કુલ 7 વાહનો સીઝ કર્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કુલ રૂ. ૧૩.૮૫ લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
