ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા નરેશ કનોડીયા કોરોનાથી સંક્રમિત થયાં બાદ તેમનું અવસાન થયું છે. ભરૂચની પ્રોગેસિવ હાઇસ્કુલ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. શાળાના સંચાલકો અને સ્ટાફે કનોડીયા બંધુઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતે આજે ગુજરાતી ફિલ્મજગતની સુપરસ્ટાર કનોડીયા બેલડીને ગુમાવી છે. 25 ઓક્ટોબરે પાટણના પૂર્વ સાંસદ અને સંગીતકાર મહેશ કોનડિયાના નિધનના 2 દિવસ બાદ એટલે કે 27 ઓક્ટોબરે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા.
એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે 6 વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર 2 દિવસનું અંતર છે.ભરૂચની પ્રોગેસિવ હાઇસ્કુલ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. શાળાના સંચાલકો અને સ્ટાફે કનોડીયા બંધુઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.