-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા આયોજન
-
કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય
-
12 ટીમોએ લીધો ભાગ
-
ફંડમાંથી સામાજિક કાર્યો કરાશે
ભરૂચ: રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાય, 12 ટીમોએ લીધો ભાગ
ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે ભરૂચ | સ્પોર્ટ્સ |
ભરૂચમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 ઉદ્યોગ એકમોની ટીમો ભાગ લીધો હતો ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા જી.એન.એફ.સી. ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના 12 ઉદ્યોગ એકમોની ટીમોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે.ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ સમારંભમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જી.એફ.એલ.ના HR હેડ સુનિલ ભટ્ટ અને હિન્દાલ્કોના રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા.આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મૌનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું
