શ્રીમતી વી.કે ઝવેરી સાધના વિદ્યાલયના મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશ લીંબચીયા વયમર્યાદાને લીધે નિવૃત થતા તેમનો વિદાય સમારોહ સાધના વિદ્યાલય ખાતે યોજાયો હતો.
ભરૂચ બળેલી ખો ખાતે આવેલ શ્રીમતી વી.કે.ઝવેરી સાધના વિદ્યાલયના મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશભા લીંબચીયા વય મર્યાદાને લીધે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ સાધના વિધાલયના પ્રાર્થના ખંડમાં યોજાયો હતો, જેમાં શાળાના શિક્ષકો, ટ્રસ્ટીઓ તેમજ તેમના શુભેચ્છકો અને શાળાના બાળકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર ભાજપ પ્રમુખ અને સાધના વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી પ્રકાશ પટેલ, લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉદ્યાગપતિ કિરણસિંહ પરમાર, શાળાના ટ્રસ્ટી સરલાબેન જોશી, શાળાના આચાર્ય પરેશાબેન પંડ્યા સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહી વિદાય લેનાર ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશ લીંબચીયાને નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170