ભરૂચઃ 18 કલાકમાં 5 કિલો કલર વાપરી બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની રંગોળી

New Update
ભરૂચઃ 18 કલાકમાં 5 કિલો કલર વાપરી બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની રંગોળી

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ વર્ષે દિવાળીના તહેવારમાં આકર્ષણ.

publive-image

ભરૂચમાં દિવાળીના તહેવારને લઈ ઠેરઠેર વિવિધ પ્રકારની રંગોળીઓ લોકોએ ઘરોના દ્વાર પર બનાવી છે. ત્યારે આ વખતની દિવાળીની રંગોળીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી આકર્ષણ બન્યું છે. કેવડિયા ખાતે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની રંગોળી પણ કેટલાક લોકોએ દોરી સરદાર સાહેબને અનોખી રીતે યાદ કર્યા છે. આ વર્ષે દિવાળીના પર્વમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

publive-image

ભરૂચના નીલકંઠ નગર વિસ્તારમાં રહેતું મજમુદાર ફેમિલી દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે તેમના ઘરે અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી દિવાળીપર્વની ઉજવણી કરે છે. આ વર્ષે મજમુદાર ફેમેલીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની સુંદર રંગોળી બનાવી છે. આ રંગોળીમાં અંદાજિત 5 કિલો જેટલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો 18કલાકની મહેનત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચિત્ર ઉપર રંગોળી બનાવી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી રીતે યાદ કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ રંગોળી બનાવવા માટે રંગોળી આર્ટિષ્ટ ગુણવંત પટેલે 18 કલાકની મહેનતથી આ રંગોળી બનાવી હતી.

Latest Stories