પૂર્વ સી.એમ.અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ભરૂચ મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કિસાન મોરચાના રાકેશ ટિકેટ તારીખ 4 અને 5 એપ્રિલના ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ બાબતે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના આગેવાન રાકેશ ટિકેટ આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યા છે ત્યારે રાકેશ ટિકેટની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા તેઓ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેઓએ ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. રાકેશ ટિકેટના ગુજરાત પ્રવાસ પર નજર કરીયે તો
તારીખ 4 એપ્રિલ
- રાજસ્થાનથી અંબાજી આવશે
- બપોરે 2 વાગ્યે પાલનપૂર ખાતે ખેડૂતો સાથે મુલાકાત
- સાંજે ઊંઝા ઉમિયાધામ મંદિરે દર્શન કરશે
- રાત્રિ રોકાણ ગાંધીનગર/અમદાવાદ
તારીખ 5 એપ્રિલ
- સવારે સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત
- કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનનું મુલાકાત
- 11 વાગ્યાની આસપાસ વડોદરા છાણી ગુરુદ્વારા
- બપોરે 3 વાગ્યે બારડોલી ખાતે ખેડૂતો સાથે મુલાકાત
- અનુકૂળતાએ સુરતથી આગળના પ્રવાસે જવા રવાના
આ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ગુજરાતમાં પણ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર લોકશાહી ઢબે તેઓને વિરોધ કરવા દે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો એ સાંખી નહીં લેવાય.