-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
-
ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી
-
મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાય
-
વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભરૂચ: શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી
ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી તેઓના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ વર્ષે નરેશ પટેલના 60માં જન્મદિવસની ઉજવણી દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચની કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેઓને ભોજન જમાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ, ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટી, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
