ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યો ફરાર આરોપીઓની શોધખોળમાં હતા તે દરમિયાન તેઓએ બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં વર્ષ 2019માં થયેલ ચોરીના ગુનામાં  ફરાર આરોપી અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો ગુલામ હુસેન મલેકની  ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી ગુલામ હુસેન મલેક ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. તેની વિરુદ્ધ સુરત રેલવે પોલીસ સ્ટેશન, સુરત ડીંડોલી પોલીસ સ્ટેશન, સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકમાં ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે