-
ભરૂચના જંબુસરનો બનાવ
-
કંડકટરનું સરાહનીય કાર્ય
-
મુસાફરની બેગ પરત કરી
-
બેગમાં રૂ.3 લાખનું હતું સોનુ
-
કંડકટરના કાર્યની સરાહના
ભરૂચ: જંબુસરમાં ST બસના કંડક્ટરે મુસાફરના રૂ.3 લાખના સોનાના દાગીના ભરેલ બેગ પરત કરી !
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત | સમાચાર
ભરૂચના જંબુસર એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટરે માનવતા મહેકાવી છે. મુસાફર બસમાં રૂ.3 લાખની કિંમતનું સોનું અને 10,000 રોકડ ભરેલી બેગ ભૂલી ગયો હતો જેને કંડક્ટરે પરત કરી કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જંબુસર દેવલા રૂટની એસટી બસમાં મુસાફર નઈમભાઈ બાજીગર તેમનું રૂ. 3 લાખની કિંમતનું સોનું અને રૂ.10,000 રોકડ ભરેલી બેગ બસમાં જ ભૂલી ગયા હતા.આ બેગ કંડકટર ગજેન્દ્રભાઈને મળી હતી તેઓએ આ અંગે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી મુસાફરને શોધી કાઢ્યો હતો અને તેઓને કીમતી સોનુ તેમજ રોકડ ભરેલી બેગ પરત કરી હતી.આ બદલ બેગના માલિક નઇમ બાજીગરે એસ.ટી. વિભાગનો આભાર માન્યો હતો. કંડકટરની પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
