ભરૂચ : જંબુસરના ડેપો વિસ્તારમાં કરાયું લોકોનું થર્મલ સ્ક્રિનિંગ, ગાઈડલાઇનનું પાલન કરવા મામલતદારની અપીલ

New Update
ભરૂચ : જંબુસરના ડેપો વિસ્તારમાં કરાયું લોકોનું થર્મલ સ્ક્રિનિંગ, ગાઈડલાઇનનું પાલન કરવા મામલતદારની અપીલ

ભરૂચ જિલ્લા જંબુસર નગર ખાતે મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફીસરે લોકોને મોઢે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. તો સાથે જ કોરોનાના વધતાં સંક્રમણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તો સાથે જ બજારોમાં છૂટક વેપારી અને ફેરિયાઓનું થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યભરમાં કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થઇ ચુકી છે, ઠેર ઠેર કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ખૂબ જ ઝડપી વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈ ગુજરાત સરકાર જનતાને રસી મુકાવવા રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે જંબુસરના મામલતદાર જી.કે.શાહ તથા તાલુકા હેલ્થ ઓફિસરે સાથે મળી નગરજનોને મોઢે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી. કોરોનાના વધતાં સંક્રમણ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તો સાથે જ જંબુસર એસટી ડેપો વિસ્તારમાં છુટક લારીવાળા અને ફેરિયાઓનું થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. જોક કોઈ શંકાસ્પદ જણાઈ આવે તો તેવા વ્યક્તિઓએ નજીકમાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાનું પણ જંબુસર મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Latest Stories