• ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

  • તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ

  • પોલીસ સ્ટાફને અપાઈ તાલીમ

  • ઇવીએમ અંગે માર્ગદર્શન અપાયું

  • કે.જી.એમ.વિદ્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ

ભરૂચના ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી
ભરૂચમાં તાલુકા- જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત ૫૫૩ જેટલા કર્મચારીઓએ ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ મશીનનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા અંગે માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.