ભરૂચના ઝઘડિયા નજીકના વાઘપુરા ગામ પાસે આવેલ ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં અકસ્માતની ઘટના બની હતી.
મૂળ જામ્બુવા જીલ્લાના રાણાપુર ગામે રહેતા મિથુન મેસુ નાનાનો પરિવાર ઝઘડિયા નજીકની ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કરે છે ગતરોજ બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના ચારેય છોકરાઓ વાઘપુરા નજીકની ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં સિલિકા બેગો ટ્રકમાં ભરવા માટે ગયા હતા. તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા હતા ત્યારે 3 બાળકો અને એક મહિલા ટાયર પાસે બેઠકો હતા.આ દરમ્યાન ટ્રક ચાલક અચાનક જ ટ્રકને રિવર્સ કરવા જતા પાછળ બેઠેલા ચાર લોકો કચડાય ગયા હતા જેમાં 3 વર્ષીય બાળકી દિયા કુમારીનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.આ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
