ભરૂચ શહેરના કસક ઘરડા ઘરમાં અનેક વડીલો વસવાટ કરી રહયાં છે. સંતાનો કે, પરિવારજનોએ તરછોડી દીધેલાં વયસ્કો ઘરડા ઘરમાં એકલવાયું જીવન વ્યતિત કરી રહ્યા છે, ત્યારે આ વયસ્કોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસના ભાગરૂપે સત્યમેવ જયતે ગ્રુપના સભ્ય ક્રિષ્ના મોરિયાએ પોતાનો જન્મદિવસ વડીલો સાથે ઉજવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સત્યમેવ જયતે ગ્રુપના ક્રિષ્ના મોરિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે ઘરડા ઘર ખાતે કેક કટિંગ અને વડીલોને શુદ્ધ જમવાનું જમાડી પોતાનો જન્મદિવસ ઉજવી લોકોને અનુરોધ કર્યો હતો કે, પોતાનો જન્મદિવસ હોય કે, અન્ય પ્રસંગોમાં ખોટા ખર્ચા કર્યા વગર માનવસેવાના હિત માટે અને વડીલોના જીવનમાં ખુશીનું એક પળ મળે તેવા પ્રયાસ દરેક વ્યક્તિએ કરવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સત્યમેવ જયતે ગ્રુપના કિશન મોલિયા સહિત મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહી વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી આશીર્વાદ મેળવ્યા હતા.
