ભરૂચની વાલિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.તોમરે અલગ અલગ ટીમો બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ તથા સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી જે અંતર્ગત પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી રવિન્દ્રભાઇ રવિલાલ વસાવા મુળ રહે.વડફળીયા તા.વાલીયા તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી અને તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ભરૂચ: વાલિયા પોલીસે ભરણપોષણના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીની કરી ધરપકડ
પોલીસકર્મીઓએ બાતમીના આધારે ફેમીલી કોર્ટ ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપીની તેના ઘરે દરોડા પાડી ધરપકડ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર
