• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

  • મહિલા દિવસની કરાય ઉજવણી

  • મહિલા અગ્રણીઓનું સન્માન

  • સહાયનું પણ કરાયુ વિતરણ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓ, દીકરીઓના સન્માન અને સહાય વિતરણ સાથે ઉજવણી. ભરૂચ પ્રશાસન દ્વારા Rights, Justice. Action For ALL Women and Girls સૂત્ર હેઠળ આત્મીય હોલ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કલેકટર નેહા બ્યાડવાલ, પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરી, નાયબ કલેકટર મનીષા મનાણી, સુપ્રિયા ગાંગુલી, નૈતિકા પટેલ, ભાવનાબેન વસાવા સહિતના મહિલા મહાનુભવો જોડાયા હતા.
વ્હાલી દીકરી યોજના હેઠળ 11 માતાઓ, પાંચ વિધવા સહાય મંજૂરી, બે પુનઃલગ્ન મંજૂરી હુકમ કરાયા હતા. સાથે ચેક, સહાય, એવોર્ડ અને પ્રશસ્તિપત્રોનું વિતરણ કરાયું હતું. ઝઘડિયા બોરજાઈના રાજ્યમાં પાંચમા આવેલા મહિલા સરપંચ અને સ્વસહાય જૂથના પ્રમુખ રશીલાબેન વસાવા, દશાનના સ્વ સહાય જૂથના વૈશાલીબેન પટેલ, રાયફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા, સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ, ટ્રાફિક બ્રિગેડના અંકિતાબેન ભગત, વિશ્વા પંડ્યા, વેઇટ લીફટિંગમાં સમસાલબાનું પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.