ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

New Update
ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનારૂપી મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયોર તરીકે કામ કરી રહેલ 108ના કર્મચારીઓ તથા EME અશોક મિસ્ત્રી હાજર રહ્યા હતા.

યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 1872માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય અને રાજકીય રીતે ચોક્કસ દિશામાં પગલાં લેવાય તે હેતુસર દર વર્ષ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ. આ અંતર્ગત 5 જૂન 1974ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories