ભરૂચ: વર્લ્ડ ટી.બી.દિવસની ઉજવણી, આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ: વર્લ્ડ ટી.બી.દિવસની ઉજવણી, આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજરોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે જન જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 24મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન પર આવેલ ડિસ્પેન્સરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ટીબીના રોગ અંગે માહિતી આપવામાં આવી હતી તો તેની સારવાર અને રોગ ફેલાતો અટકાવવા શું કરવું શું ન કરવું સહિતના વિષયો પર જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં એક વર્ષમાં અન્ય જીલ્લાઓ સહિતના 6778 ટીબીના દર્દીઓની સારવાર થઇ છે જ્યારે હાલ 2372 દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે વર્ષ ૨૦૨૫ સુધીમાં રોગને નાબૂદ કરવાના લક્ષણ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Latest Stories