જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ વર્લ્ડ યૂથ સ્કિલ ડે ઉજવણીનું આયોજન કરાયું હતું. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમા નક્કી થયા મુજબ યુવાઓમાં જાગૃતિ અને ટેકનિકલ અને વોકેશનલ તાલીમ વિશે ઈચ્છા શકિત જાગૃત થાય તે માટે દર વર્ષે 15મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ભારત સરકારમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મીશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા. 15મી જુલાઈ 2015થી સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સંસ્થાના નિયામક ઝયનુલ આબેદિન સૈયદના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સ્કિલ સંવાદ તથા સ્કિલ ઈન્ડિયા ક્વિઝ તેમજ સોશયલ મીડિયા રિલ્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘનાં તાલીમ નિષ્ણાત રેશમા પટેલ તથા અંકિત ભટ્ટ હાજર રહ્યા હતા. જેએસએસના ફિલ્ડ કોઓર્ડિનેટર ક્રીષ્ણા કથોલીયા, રિસોર્સ પર્સન ગીતા સોલંકી, કોમ્પ્યુટર વિભાગના ઝૂબેદ શેખ તથા સ્ટાફ સભ્યો ઝહીમ કાગઝી, હેતલ પટેલ, ઝેડ.એમ.શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
