Connect Gujarat
ભરૂચ

ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન

ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ %

ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન
X

ભરૂચ સંસદીય મતવિભાગની ચૂંટણી તા.0૭/૦૫/૨૦૨૪ નાં રોજ સવારે ૦૭:૦0 કલાક થી શરૂ થઇ સાંજે ૦૬:૦૦ કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન આ ચૂંટણીમાં મતદારો શાંતિમય વાતાવરણમાં નિર્ભિકપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ- ૮,૭૭,૪૦૨ પુરૂષ, ૮,૪૫,૮૬૮ સ્ત્રી અને ૮૩ અન્ય સહિત કુલ- ૧૭,૨૩,૩૫૩ મતદારો નોંધાયા હતા.

તે સાથે ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ % અને સૌથી ઓછું ૧૫૩- ભરૂચ વિધાનસભામાં ૬૦.૪૩ % મતદાન નોંધાયું છે. ૨૨ - લોકસભા સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મત વિભાગ દીઠ વિગતો આ મુજબ છે.

૧૪૭-કરજણ વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૦૯,૭૦૬ પુરૂષ, ૧,૦૬,૦૮૬ સ્ત્રી અને અન્ય ૧૨ મળી કુલ ૨,૧૫,૮૦૪ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૭૬૯૭૮ પુરૂષ, ૬૭૬૯૩ સ્ત્રી અને ૦૧ અન્ય મળી કુલ ૧,૪૪,૬૭૨ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૭૦.૧૭% પુરૂષ, ૬૩.૮૧% સ્ત્રી અને ૮.૩૩% અન્ય મળી કુલ ૬૭.૦૪% મતદાન નોંધાયું છે.




૧૪૯ -ડેડીયાપાડા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૧૨,૦૯૧ પુરૂષ, ૧,૧૩,૬૪૫ સ્ત્રી અને અન્ય ૦૨ મળી કુલ ૨,૨૫,૭૩૮ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૯૫૯૧૩ પુરૂષ, ૯૩૫૭૬ સ્ત્રી અને ૦૧ અન્ય મળી કુલ ૧૮૯૪૯૦ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૮૫.૫૭ % પુરૂષ, ૮૨. ૩૪ % સ્ત્રી અને ૫૦.૦0 % અન્ય મળી કુલ ૮૩.૯૪% મતદાન નોંધાયું છે.

૧૫૦ -જંબુસર વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૨૫,૯૨૧ પુરૂષ, ૧,૧૭,૮૧૦ સ્ત્રી અને અન્ય ૦૭ મળી કુલ ૨,૪૩,૭૩૮ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૮૫૪૮૩ પુરૂષ, ૭૩૯૬૯ સ્ત્રી અને ૦૧ અન્ય મળી કુલ ૧૫૯૪૫૩ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૬૭.૮૯% પુરૂષ, ૬૨.૭૯% સ્ત્રી અને ૧૪.૨૯% અન્ય મળી કુલ ૬૫.૪૨% મતદાન નોંધાયું છે.

૧૫૧ -વાગરા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૧૪,૨૬૨ પુરૂષ,૧,૧૦,૩૨૯ સ્ત્રી અને અન્ય ૧૪ મળી કુલ ૨,૨૪,૬૦૫ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૮૦૫૯૬ પુરૂષ, ૭૧૦૫૦ સ્ત્રી અને ૦૦ અન્ય મળી કુલ ૧૫૧૬૪૬ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૭૫.૫૦ % પુરૂષ, ૬૪.૪૦% સ્ત્રી અને ૦૦.૦૦ % અન્ય મળી કુલ ૬૭.૫૨% મતદાન નોંધાયું છે.

૧૫૨ -ઝગડીયા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૩૦,૭૦૦ પુરૂષ, ૧,૨૯,૧૪૭ સ્ત્રી અને અન્ય ૦૭ મળી કુલ ૨,૫૯૮૫૪ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૧૦૪૦૧૫ પુરૂષ, ૯૭૦૧૪ સ્ત્રી અને ૦૧ અન્ય મળી કુલ ૨૦૧૦૩૦ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૭૯.૫૮% પુરૂષ, ૭૫.૧૨% સ્ત્રી અને ૧૪.૨૯% અન્ય મળી કુલ ૭૭.૩૬% મતદાન નોંધાયું છે.

૧૫૩ – ભરૂચ વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૫૧,૬૦૦ પુરૂષ, ૧,૪૬,૨૯૩ સ્ત્રી અને અન્ય ૨૧ મળી કુલ ૨,૯૭,૯૧૪ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૯૫૫૬૭ પુરૂષ, ૮૪૪૭૨ સ્ત્રી અને ૦૫ અન્ય મળી કુલ ૧૮૦૦૪૪ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૬૩.૦૪% પુરૂષ, ૫૭.૭૪% સ્ત્રી અને ૨૩.૮૧% અન્ય મળી કુલ ૬૦.૪૩% મતદાન નોંધાયું છે.

૧૫૪ – અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૩૩,૧૨૨ પુરૂષ,૧,૨૨,૫૫૮ સ્ત્રી અને અન્ય ૨૦ મળી કુલ ૨,૫૫,૭૦૦ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૮૯૪૩૯ પુરૂષ, ૭૬૦૯૯ સ્ત્રી અને ૦૪ અન્ય મળી કુલ ૧૬૫૫૪૨ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૬૭.૧૯% પુરૂષ, ૬૨.૦૯% સ્ત્રી અને ૨૦.૦૦% અન્ય મળી કુલ ૬૪.૭૪% મતદાન નોંધાયું છે.

આમ, ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ- ૮,૭૭,૪૦૨ પુરૂષ, ૮,૪૫,૮૬૮ સ્ત્રી અને ૮૩ અન્ય સહિત કુલ- ૧૭,૨૩,૩૫૩ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬,૨૭,૯૯૧ પુરૂષ, ૫૬૩૮૭૩ સ્ત્રી અને ૧૩ અન્ય મળી કુલ ૧૧૯૧૮૭૭ મતદારોનું મતદાન નોંધાયું હતું. તે સાથે ૭૧.૫૭% પુરૂષ, ૬૬.૬૬% સ્ત્રી અને ૧૫.૬૬% અન્ય મળી કુલ ૬૯.૧૬% મતદાન નોંધાયું છે.

Next Story