/connect-gujarat/media/post_banners/99741f88a8c630a81927deee148a9f2ce217f65420c2f7d1abc3f9bfca622379.webp)
અંકલેશ્વરની 10 વર્ષીય બાળાએ રમજાન માસના તમામ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી. 10 વર્ષીય અંદાડાની આશીયા અઝરૂદ્દીન મુલતાનીએ મહિના દરમિયાન રોઝા કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો સતત ઊંચે રહ્યો છે અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાનમાં માસ શરૂ છે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે શહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભૂખ્યા અને તરસ્યા રહી સમી સાંજે ઇફતારી સાથે રોજાની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા આકરા તાપ વચ્ચે વડીલો અને જુવાનિયાઓ તો રોજા રાખી શકતા હોય છે. પરંતુ બાળકો માટે તે કઠિન હોય છે ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામના દરજી ફળીયામાં રહેતી 10 વર્ષીય આશીયા અઝરૂદ્દીન મુલતાનીએ મહિના દરમિયાન રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.