/connect-gujarat/media/post_banners/44592e384667cbfda09a25c5327376f2008805fb1c664a2cba282d6d210eba87.jpg)
નર્મદા નદીમાં આવેલ રેલે અનેક વિસ્તારમાં સર્જી તારાજી
આપના ધારાસભ્યએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
જુના બોરભાઠા બેટ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી
આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં પૂરના પાણીથી અસરગ્રસ્ત થયેલા ગામો અને વિસ્તારોની મુલાકાત લઇ લોકોની વેદના સાંભળી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM નરેન્દ્ર મોદીને બર્થ-ડે ગિફ્ટ આવવાની ઘેલછામાં લાખો લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. આપના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે પૂરગ્રસ્ત જુના બોરભાઠા બેટ ગામમાં પહોંચ્યા, ત્યારે ગ્રામજનો દ્વારા તંત્ર અંગેનો જે રોષ હતો, તેની રજૂઆત ચૈતર વસાવા સમક્ષ કરી હતી.
અસરગ્રસ્ત લોકોની રજૂઆત સાંભળ્યા બાદ સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કરતા તેઓએ રાજ્ય સરકાર દ્વારા PM મોદીને બર્થ-ડે ગિફ્ટ આપવા માટે ડેમમાંથી પાણી સંગ્રહ કરી રાખેલો જથ્થો એકસાથે કોઈપણ આગોતરી તૈયારી વિના છોડી દેવામાં આવતા લોકોને કરોડો રૂપિયાનું લોકોને નુકશાન થયું છે. જોકે, હવે તેની જવાબદારી સરકારે સ્વીકારી અસરગ્રસ્તોને તુરંત સહાય આપવી જોઈએ. આ વિસ્તારની જનતા સરકારને આગામી દિવસોમાં આ માટે જડબાતોડ જવાબ આપશે તેવું પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતું.