ભરૂચ લોકસભા બેઠક પર યોજાનાર મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, તમામ તૈયારીઓ પૂર્ણ…

ભરૂચ લોકસભા બેઠક માટે તા. 7મી મેના રોજ મતદાન યોજાનાર છે,

New Update
ભરૂચ લોકસભા બેઠક પર યોજાનાર મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, તમામ તૈયારીઓ પૂર્ણ…

ભરૂચ લોકસભા બેઠક માટે તા. 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, જે માટે 17,18,794 મતદારો માટે 1893 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતેથી ભરૂચ અને વાગરા વિધાનસભા બેઠકના પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતેથી જે તે ગામના મતદાન મથક માટેના સ્ટાફને વિવિધ સામગ્રી સાથે રવાના કરવામાં આવી રહ્યો હતો. જિલ્લા કલેકટર તુષાર સુમેરા તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર દ્વારા ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરે ચૂંટણી કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. આજ રીતે જિલ્લાના જંબુસર, અંક્લેશ્વર, ઝઘડીયા ખાતેથી પણ ચૂંટણી સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી હતી.

Latest Stories