અમદાવાદ : મકતમપુરા વોર્ડમાં રોડ બેસી જતા કાર ભુવામાં થઈ ગરકાવ

New Update

અમદાવાદમાં એએમસીના પ્રિમોન્સૂન પ્લાનની કમોસમી વરસાદે પોલ ખોલી દીધી છે.અહીં મકતમપુરામાં ભૂવો પડતા તેમાં આખે આખી કાર ગરકાવ થઇ ગઇ. મકતમપુરા કેનાલ પાસે અંબર ટાવરની સામેના આ ઘટના બની હતી. કાર અબ્દુલ રઉફ શેખ નામના વ્યક્તિની ગાડી હોવાનું સામે આવ્યું છે.

Advertisment

હજુ તો ચોમાસુ પણ નથી શરૂ થયો અને માત્ર એક કમોસમી વરસાદ પડ્યો ત્યાં જ અહીં પહેલા વરસાદમાં રોડ રસ્તા ધોવાઇ જવાની હકીકત સામે આવી છે. અહીં એક જ વરસાદમાં મક્તમપુરામાં મસમોટો ભુલો પડી ગયો હતો. ભૂવો એટલો મોટો હતો કે તેમાં કાર ખાબકીઅને આખે આખી કાર ગરકાવ થઇ ગઇ.

મકતમપુરા વોર્ડમાં રોડ બેસી જતા કાર ભુવામાં ગરકાવ થઈ હતી, બીજે દિવસે સવારે પણ ભુવો એ જ સ્થિતીમાં , કોર્પોરેશન દ્વારા કામગીરી મોડી સવારે શરૂ થઇ હતી અને કાર બહાર કાઢવામાં આવી હતી. ગયા વર્ષે પણ આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો અને એક ટુ વ્હિલર ભૂવામાં ગરકાવ થઇ ગયું હતું.

Advertisment