આમોદ : રોજા ટંકારીયા ગામની ગેલ કંપનીના સંકુલમાં આટા ફેરા મારતો દીપડો પાંજરે પુરાયો

New Update
આમોદ : રોજા ટંકારીયા ગામની ગેલ કંપનીના સંકુલમાં આટા ફેરા મારતો દીપડો પાંજરે પુરાયો

આમોદ તાલુકાના ગામ પાસે આવેલી ગેલ કંપનીમાં જાડી વાળી જગ્યામાં છેલ્લા દોઢ મહિનાથી દીપડો આટા ફેરા માર્યો કરતો હતો જેથી કંપનીઓમાં કામ કરતા કામદારો સહિત અધિકારીઓ અને ગ્રામજનોમાં વપરાત ફેલાયો હતો જે અંગે કંપનીના અધિકારી તથા ગ્રામ પંચાયત દ્વારા આમદ વન વિભાગને દીપડા અંગેની જાણ કરવામાં આવી હતી.

આમોદ વન વિભાગની કચેરી દીપડાને જબ્બે કરવા માટે સાત જેટલા પાંજરા ગોઠવ્યા હતા જેમાં ગેલ કંપની નજીક મુકેલા પાંજરામાં દીપડો આવી ગયો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગેલ કંપનીમાંથી પકડાયેલા દીપડાને આમોદ સામાજિક વનીકરણની કચેરીએ લાવ્યા બાદ આમોદના પશુ ચિકિત્સક દ્વારા દીપડાના ફિટનેસ સર્ટી લઈ તેને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં છોડવાની તજવીત હાથ ધરવામાં આવી છે

Latest Stories