ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, નગરપાલિકાની બેદરકારી સામે આવી
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદની ઢાઢર નદી પાસે અકસ્માત સર્જાયો હતો,જેમાં અજાણ્યો વાહન ચાલક એક યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,સર્જાયેલા અકસ્માતમાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકે, આ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ખેલોત્સવની ધમાકેદાર શરૂઆતથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.