Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાઉથ ઝોન પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળી બેઠક...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા કમિશનર સાઉથ ઝોનની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક મળી

X

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાલિકામાં મળી બેઠક

સાઉથ ઝોન પાલિકા કમિશનર ડી.ડી.કાપડિયા રહ્યા ઉપસ્થિત

વિપક્ષના નેતા અને નગરસેવકોએ વિવિદ્ધ મુદ્દે કરી રજૂઆત

તા. 15મી સપ્ટેમ્બરથી તા. 15મી ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા. 2જી ઓકટોબર ગાંધી જયંતિના રોજથી સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા કમિશનર સાઉથ ઝોનની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક મળી હતી. જેમાં ચૂંટાયેલા નગરસેવકો અને વિપક્ષી સભ્યો, સેવાભાવિ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ NGO, સ્વયં સેવકો સહિત નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિપક્ષના નેતા જહાંગિર પઠાણએ સુકાવાલી ડમ્પિંગ સાઇટમાં થતાં ભષ્ટાચાર અને ડમ્પિંગનો કચરો અન્યત્ર સ્થળે ઠાલવવા સાથે વજન કાંટામાં સેટિંગ કરવા સહિત સીસીટીવી પણ બંધ હોવાના આક્ષેપ કર્યા હતા, જ્યારે 10થી 15 જગ્યામાં ન્યૂસન્સ ફેલાવવામાં આવતું હોવાંગે પણ સાઉથ ઝોન પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેઓએ આ જગ્યાઓ શોધી કાઢી તેઓને કાયમી બંધ કરાવી ત્યાં વૃક્ષારોપણ અને સીસીટીવી લગાવવા સહિત જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.

Next Story