અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...

અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...

સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધારો

અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો

હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પુરી પાડવામાં આવશે

અદ્યતન સાધનો સહિત નિષ્ણાંત તબીબોની મળશે સેવા

કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ થતાં હોસ્પિટલ પરિવારને ગર્વ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદય રોગના દર્દીઓની સંભાળ વધારવા અને અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું છે.

આ યુનિટમાં હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પુરી પાડવાના તમામ અદ્યતન સાધનો સાથે નિષ્ણાંત તબીબોની ટીમ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફ તેમની સેવાઓ આપશે. 6 વિશિષ્ટ કાર્ડિયાક બેડ ધરાવતા આ યુનિટમાં વેન્ટિલેટર્સ, પેરામોનીટોર્સ, કૃત્રિમ હૃદય વિગેરે જેવા નવીનતમ સાધનો ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાંત ડો. જયવીરસિંહ અટોદરિયાએ નવા શરૂ કરાયેલા કાર્ડિયાક કેર યુનિટ થકી હૃદયરોગના તમામ દર્દીઓને વિશ્વકક્ષાની સારવાર મળી રહેવાની લાગણી પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓને હૃદય રોગની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે.

Latest Stories