જીઆઈડીસી વિસ્તારના માધવ સદન ખાતે આયોજન
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ
નાના ઉદ્યોગોને પડતી તકલીફો બાબતે ચર્ચા કરાય
જાણીતા વક્તા જય વસાવડાએ સુંદર વક્તવ્ય આપ્યું
આમંત્રિત મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના 500 ક્વાટર્સ સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર-પાનોલી અને ઝઘડીયા સહિતના એસ્ટેટમાં નાના ઉદ્યોગોને પડતી તકલીફો એકમેક સાથે ચર્ચા બાદ તેને દૂર કરી શકાય તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના 500 ક્વાટર્સ સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્નેહમિલન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા વક્તા જય વસાવડાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય તત્કાલિન પ્રમુખ બળદેવ પ્રજપતિ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશું ચૌધરી, ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બી.એસ.પટેલ અને લઘુ ભારતી ભરૂચ જિલ્લા મહામંત્રી રમેશ ચોડવડીયા, લઘુ ભારતી અંકલેશ્વરના મહામંત્રીના પિયુષ બુદ્ધદેવ,પાનોલીના મહામંત્રી હિતેશ કાકડિયા, ઝઘડીયાના મંત્રી રાજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.