અંકલેશ્વર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ શાળામાં ઉજવણી; વિવિધ કાર્યક્રમનું આયોજન

એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા

New Update
અંકલેશ્વર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ શાળામાં ઉજવણી; વિવિધ કાર્યક્રમનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચની ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલ અને એમ.ટી.એમ. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઈ. એન. જીનવાલા હાઈસ્કૂલ અને એમ.ટી.એમ ગર્લ્સ હાઇસ્કુલમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંગીતા મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આઝાદીકા અમૃત મહોત્સવ લોગો બ્રાન્ડીંગ, 900 પોસ્ટકાર્ડ લેખન, ભારતના સી.ડી.એસ. જનરલ બિપિન રાવત સહિત સાથી જવાનોના આકસ્મિક અવસાન માટે શ્રદ્ધાંજલિ તથા મતદાન જાગૃતિ શપથ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા.

આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ.સંગીતા મિસ્ત્રી, માધ્યમિક શાળા સમિતિ નગરપાલિકા અંકલેશ્વર ચેરમેન કિંજલ ચૌહાણ, માધ્યમિક શાળા સમિતિના સભ્યો, પોસ્ટ ઓફિસના અધિકારી મિતેશભાઇ, શાળાના આચાર્ય ઇશ્વર પરમાર તથા ભાવના પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ આઝાદીકા અમૃત મહોત્સવના મનમોહક માનવાકૃતિ લોગોમાં ઉભા રહીને એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Latest Stories