Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલી-રવિદરા-આલુંજ-ઉમરવાડાને જોડતા માર્ગની બિસ્માર પરિસ્થિતિ, ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

X

અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા માર્ગની બિસ્માર પરિસ્થિતિ

ગ્રામજનોએ માર્ગના સમારકામની કરી માંગ

ચાર વર્ષથી માર્ગની કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ

અંકલેશ્વરના પાનોલી-રવિદરા-આલુંજ-ઉમરવાડાને જોડતા માર્ગની બિસ્માર પરિસ્થિતિ બાબતે ચાર ગામના લોકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે જો કે તે પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરના પાનોલી-રવિદરા-આલુંજ-ઉમરવાડા તેમજ અંકલેશ્વરને જોડતો માર્ગ ચોમાસા વચ્ચે અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ અંકલેશ્વર યુથ કોંગ્રેસને રજુઆત કરી હતી. આલુંજનો બ્રિજ પાછલા ૪ વર્ષ થી મંદગતિએ આકાર પામી રહ્યો હોવાની ગ્રામજનો દ્વારા આ બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.હાંસોટ-ઉમરવાડા તેમજ આસપાસના વિસ્તારોમાંથી રોજગારી અર્થે પાનોલી જીઆઇડીસીમાં આવતા લોકોને માર્ગની બિસ્માર હાલતના કારણે હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે આ માર્ગના તાત્કાલિક સમારકામની માંકરવામાંઆવી છે અને જો માંગ ન સંતોષાય તો ૪ ગામના લોકો આગામી દિવસોમાં સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરશે અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story