New Update
/connect-gujarat/media/post_banners/859651569398034b5a659e6d2bc4fd07c12c25b8bbf19b649f45626bcdf14599.jpg)
એ’ ડિવિઝન પોલીસ અને પુરોહિત સમાજનું આયોજન
ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી કરાયું સેવાકાર્ય
લોકોને પતંગના દોરાથી બચવા માટે માર્ગદર્શન અપાયું
અનેક ટુવ્હીલર વાહનમાં સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા
વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ લગાડતાં લોકોએ આભાર માન્યો
મકરસંક્રાંતિનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક લોકોને મોટર સાઇકલ ઉપર વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા હતા. જેમાં લોકોને પતંગના દોરાથી બચાવવા માટે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ અને પુરોહિત સમાજ દ્વારા આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોને ઉતરાયણના તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરવા માટે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
Latest Stories