અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોની અનોખી પહેલ, છોડનું કરાયું વિતરણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છે

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આજરોજ તા. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા લોકોને વિનામુલ્યે લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષ વાવોપર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યકમો યોજાય રહ્યા છેત્યારે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700થી વધુ લીમડાના છોડનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષ વાવી તેનો વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories