/connect-gujarat/media/post_banners/ea70622cc6a3b7a939e7f15819cbebfe45d93023a74c9f3dd98529eaf48eb709.webp)
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ગત તા. 5મી ફેબ્રુઆરી 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કીલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં સંડોવાયેલા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે આ મામલામાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે.પોલીસે મંદિરમાં ચોરી કરનાર વધુ એક આરોપીની ધરપકડ કરી છે.જીઆઇડીસી પોલીસે અમદાવાદના સુરેશ સોનીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.આરોપીએ ચોરીન ઘરેણા ખરીદ્યા હોવાનું જાણવા મળી મળી રહ્યું છે ત્યારે તેની અન્ય ગુનાઓમાં પણ સંડોવણી છે કે કેમ એ ચકાસવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે