અંકલેશ્વર: કસાઈવાડમાંથી ગૌ માંસના જથ્થા સાથે 4 આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર: કસાઈવાડમાંથી ગૌ માંસના જથ્થા સાથે 4 આરોપીની પોલીસે કરી ધરપકડ
New Update


અંકલેશ્વર શહેર એ ડિવિઝન કસાઇવાડમાંથી ગૌ વંશની કતલ કરેલ ગૌ માંસના જથ્થા સાથે ચાર કસાઈઓને ઝડપી પાડ્યા હતા

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અને ગૌ વંશ ની કતલ અટકાવવા આપેલ સુચનાને આધારે

અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પી.આઈ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સીદ્દીક મંજીલના ગ્રાઉન્ડ ફ્લોરની ચિકન શોપમાં મોહમદ સોહેલ હાજી સીદ્દીક કુરેશી અને તેનો નાનો ભાઇ સિરાજ, તેના છોકરા મોહમદ હસન અને બીજો કોઇ ઇસમ સાથે મળી ગૌવંશનું કટીંગ કરી રહેલ છે જે બાતમી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળી જગ્યા પરથી ચાર ઇસમોને શંકાસ્પદ ગૌવંશ કટીંગ કરતા રંગેહાથ પકડી લીધા હતા અને શંકાસ્પદ ગૌવંશના માસનું વેટનરી ડોકટર પાસેથી સેમ્પલો લેવડાવી એફ.એસ.એલ. સુરત મોકલી આપ્યું હતું.જ્યાં સેમ્પલને વૈજ્ઞાનીક પરીક્ષણ કરી પકડાયેલા માસ ગૌ માસ હોવાનો અભિપ્રાય મળતા જ ૧૩૨ કિલો ગૌમાંસ,કુહાડી,છરો અને ચપ્પુ મળી કુલ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સિદ્દીકી મંજિલમાં રહેતો મોહમદ સોહેલ હાજી સિદ્દીકી કુરેશી,અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી અને શહેરાજ ઉર્ફે સીરાજ મોહમદ સિદ્દીકી,મોહમદ હસન મોહમદ સોહેલ કુરેશીને ઝડપી પાડ્યો હતો.

#ConnectGujarat #Ankleshwar #police arrested #quantity
Here are a few more articles:
Read the Next Article