/connect-gujarat/media/post_banners/555e2a2c50ace99373f79048a25dd6c3e0e0502bd1a2425cccedb21d837b629e.jpg)
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા મોહર્રમ તહેવારને લઇ સાફ-સફાઈ સહિતની સુવિધા ઉભી કરવા મુદ્દે નગર પાલિકા કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને મુખ્ય અધિકારીને અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ,ઉપ પ્રમુખ અમાનુલ્લાખાન પઠાણ સહિતના આગેવાનો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું..
જેમાં જણાવ્યા અનુસાર ૮-૮-૨૨થી ૯-૮-૨૨ સુધી મોહર્રમ તહેવાર હોય અને તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વોદયથી પીરામણ નાકા,સેલારવાડથી પીરામણ નાકા,તાડ ફળિયાથી પીરામણ નાકા અને નવી નગરીથી પીરામણ નાકા સુધીના તાજીયા ઝુલુસના રૂટ પર ખાડાનું પુરણ અને સાફ-સફાઈ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટો લગાવવા સાથે તમામ બંધ હાલતમાં રહેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તેમજ નગર પાલિકા કચેરી પાસે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.