ભરૂચ: જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી આત્મીય બાઈક રેલી યોજાઇ, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા

New Update
ભરૂચ: જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી આત્મીય બાઈક રેલી યોજાઇ, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

ભરૂચના જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ 10 /12/ 2019ના દિને જંબુસર તાલુકાના ટંકારી મુકામે પધાર્યા હતા.તે સ્મૃતિ દિન નિમિત્તે તથા આગામી 27 ડિસેમ્બરના રોજ આત્મીય યુવાપર્વની પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી થનાર હોય જેનું નિમંત્રણ ગામડે ગામડે સુધી પહોંચાડવા આત્મીય યુવા બાઇક રેલીનું આયોજન પ્રાદેશિક સંતવર્ય શ્રીજી વલ્લભ સ્વામી, આચાર્ય સ્વામીની રાહબરી હેઠળ કરાયું છે.બાઇકરેલીને જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી સેવક સ્વરૂપ સ્વામી, ધારાસભ્ય ડી કે સ્વામિ,પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.