ભરૂચ: ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાના જુના સાધકોનું સંમેલન યોજાયુ

New Update
ભરૂચ: ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાના જુના સાધકોનું સંમેલન યોજાયુ

ભરૂચ અને અંકલેશ્વરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ઉચેડિયા ગામમાં આવેલ ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાની ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરી હોય તેવા જુના વિપશ્યી સાધકોનું સંમેલન 31 માર્ચ, રવિવારે યોજાયું હતું.આ સંમેલનમાં ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા, સુરત, વડોદરા, નવસારી, બીલીમોરા, આંણદ, અમદાવાદ જેવા ગુજરાતના અનેક શહેરોમાંથી લગભગ 700 વિપશ્યી સાધકોએ ભાગ લીધો હતો.

Advertisment

આ સંમેલનમાં સૌરાષ્ટ્રના વિપશ્યનાના ક્ષેત્રીય આચાર્ય રાજુ મહેતા, દક્ષિણ ગુજરાતમાં વિપશ્યનાના ક્ષેત્રિય આચાર્ય જ્યંતીભાઈ ઠક્કર, ધમ્મનર્મદા કેન્દ્રના વરિષ્ઠ સહાયક આચાર્ય ડૉ. જિતુભાઈ શાહ, ધમ્મઅંબિકા કેન્દ્રના વરિષ્ઠ સહાયક આચાર્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પધારનાર દરેક સાધક ભાઈ બહેનોએ સાથે વિપશ્યનાનું એક કલાક ધ્યાન કરી પોતાના અંતરમનના વિકારો ઓછા કરી નિર્મળ કરવાનો અભ્યાસ કર્યો હતો. આ સંમેલનમાં વિપશ્યના આચાર્યશ્રીઓએ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ તેમજ આપણી સાધનાની પ્રગતિનું માપદંડ શું છે તે વિષય પર ખુબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન વિપશ્યનાના સહાયક આચાર્ય પીનલબેન શાહ અને છાયાબેન ગાંધીએ કર્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં  વરસાદી માહોલ, ઠેર ઠેર ધીમીધારે વરસાદ વરસ્યો

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.

New Update
vrss

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.

લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ વિરામ બાદ વરસાદ વરસતા ખેતીના પાકને પણ જીવનદાન મળી રહેશે તેવો આશાવાદ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હાંસોટના સુણેવ, સાહોલ,ઓભા,આસરમા અને ઇલાવ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.