ભરૂચ : આમોદ તાલુકા પંચાયત ખાતે ગણેશ મહોત્સવ અંગે યુવક મંડળોની બેઠક યોજાય...

ભરૂચ : આમોદ તાલુકા પંચાયત ખાતે ગણેશ મહોત્સવ અંગે યુવક મંડળોની બેઠક યોજાય...
New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આગામી ગણેશ મહોત્સવ અંગે ગણેશ યુવક મંડળોની બેઠકનું આયોજન આમોદ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ આમોદ પોલીસ સબ ઇન્સપેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષ સ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં ગણેશ યુવક મંડળોની બેઠક યોજાય હતી. આમોદ નગરના 32 જેટલા ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા. આમોદ પોલીસ દ્વારા ગણેશ યુવક મંડળના આયોજકોને સરકારના જાહેરનામા જાણકારી સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ગણેશ યુવક મંડળો દ્વારા પંડાલો પાસે આમોદ નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ, લાઈટીંગની વ્યવસ્થા, શોભાયાત્રાના રૂટ ઉપરના ઉબડ ખાબડ રસ્તાઓ રીપેરીંગ કરવા, વીજ વાયરો ઉચા કરવા, મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યું કરવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આમોદ પોલીસ દ્વારા ગણેશ વિસર્જન વખતે નશાની હાલતમાં હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપી હતી.

#Bharuch #Gujarat #Meeting #Ganesh Mahotsav #youth groups #Amod Taluka Panchayat
Here are a few more articles:
Read the Next Article