Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે બેઠક યોજાય હતી.

X

ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે બેઠક યોજાય હતી. ભારતીય જનતા પાર્ટી-ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયકના ભરૂચ જિલ્લાના પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે ધી ભરૂચ ડીસ્ટ્રીક કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે ભાજપની વિચારધારા સહિત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story