ભરૂચ : ઝઘડીયાના મુલદ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો શ્વાશ...

New Update
ભરૂચ : ઝઘડીયાના મુલદ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો શ્વાશ...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાવાની ઘટના સામે આવતી હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા છેવટે દીપડો પાંજરે પુરાયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી ઝઘડીયા તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે. મુલદ ગામ તેમજ સીમ વિસ્તારમાં અવાર નવાર દીપડા નજરે પડી રહ્યા છે. હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા વિવિધ સ્થળે પાંજરા મુકવામાં આવ્યા હતા. તેવામાં મુલદ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાવાની ઘટના બાદ વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં છેવટે દીપડો પુરાયો હતો, ત્યારે હાલ તો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાશ લીધો હતો.