/connect-gujarat/media/post_banners/c60cac132deb627f77c38a5a53a77700985758d7152804a81ec6443eeac83b1c.jpg)
ઓરિસ્સામાં કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ વેળા જવાન શહીદ
નક્સલી હુમલામાં શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
સમસ્ત હિન્દુ સમાજ અને ભાજપ દ્વારા રેલીનું આયોજન કરાયું
ઓરિસ્સામાં દિલીપ સગર કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ દરમિયાન નક્સલી હુમલામાં શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર રાજ્યમાં અનેક શ્રદ્ધાંજલીના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચમાં પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સ્ટેશન સર્કલથી રેલી યોજી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ગુજરાતના ભાણવડના ઝારેરા ગામે રહેતા 26 વર્ષીય યુવાન દિલીપ ગોવાભાઈ સોલંકી 7 વર્ષ પહેલાં આર્મીની કઠિન ટ્રેનિંગ પાસ કરીને ભારતીય લશ્કરમાં જોડાયા હતા, જ્યાં તેને કોબ્રા કમાન્ડો તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેઓ ઓડિશા રાજ્યમાં ફરજ દરમિયાન નકસલી હુમલામાં શહીદ થવાના સમાચાર આવતા ગામમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. મૃતક દિલીપભાઈ સગરના પાર્થીવ દેહને અમદાવાદ ખાતેના એરપોર્ટથી તેમના વતન ઝારેરા ખાતે લાવી ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જોકે, વીર શહીદને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સ્ટેશન સર્કલથી શ્રદ્ધાંજલી આપવા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ભાજપના આગેવાનો, સમાજના આગેવાન બતુલ સગર,ચેતન જગલાવાલા અને ભાવિક સગર સહિતના સમાજના આગેવાનોએ વીર શહીદની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.