Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા વાલિયાના વિવિધ ગામોમાં ફરી

ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી

X

આપ દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન

યાત્રા વાલિયાના વિવિધ ગામોમાં ફરી

ઠેર ઠેર ચૈતર વસાવાનું કરાયું સ્વાગત

કોંગ્રેસની નારાજગી અંગે ચૈતર વસાવાની પ્રતિક્રિયા

સૌ સાથે મળી રણનીતિ બનાવીશું: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના લોક સભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા ત્રણ દિવસ બાદ વાલિયા તાલુકાના દોલતપુર ગામમાં પ્રવેશ કર્યો હતો

જ્યાંથી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધુ,કરા,ઘોડા થઈ સીંલુંડી ગામ બાદ કોંઢ અને ત્યાંથી વટારીયા ગામમાં આવી હતી જે બાદ યાત્રા રાતે વાલિયા ગામમાં આવી પહોંચતા વાલિયા જી.ઇ.બી.પાસે લોકોએ આપના ઉમેદવાર ચૈતર વસાવાને ફુલહાર પહેરાવી તેઓને આવકાર્યા હતા.તેઓને ઉમેદવાર બનાવાતા કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ સૌ સાથે મળી આવનાર ચૂંટણીની રણનીતિ બનાવશે અને તમામની નારાજગી પણ દૂર થશે

Next Story