Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા વિધાનસભાના મત વિસ્તારના 300 જેટલા ગ્રામજનોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ સભાઓ અને સભ્યો જોડો અભિયાન શરૂ ધરી દીધા

ભરૂચ : વાગરા વિધાનસભાના મત વિસ્તારના 300 જેટલા ગ્રામજનોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો...
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ સભાઓ અને સભ્યો જોડો અભિયાન શરૂ ધરી દીધા છે. તેવામાં ભરૂચ તાલુકાના વાગરા વિધાનસભાના બંબુસર ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ 300 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા જણાવ્યુ હતું કે, તમારો યુઝ એન્ડ થ્રો નહીં થાય, આપણે સિદ્ધબદ્ધ સૈનિકો છીએ. વાગરા બેઠક ભાજપની આવશે, તેમા કોઈ બે મત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સંગઠનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રાહબરીમાં સર્વ જનના વિકાસની નેમ સાથે દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવા આગળ વધી રહી છે. હવે તમામ લોકો ભાજપની આ વિકાસકૂચમાં જોડાઈ રહ્યા છે, ત્યારે 300 જેટલા લોકો ભાજપમાં જોડાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરિયો ખેસ ઓહેરાવી સૌને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની નબીપુર સીટ હજુ પણ કોંગ્રેસ પાસે છે, અને નબીપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાં જ છે. જોકે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની બંબુસર ગામે યોજાયેલ સભાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. એક સમયે કોંગ્રેસના ગઢ કહેવાતા ગામોમાં પણ હવે ભાજપ પક્ષ મજબૂત થઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ શહેરના મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, લઘુમતી મોરચાના પ્રદેશ આમંત્રિત સદસ્ય સલીમખાન પઠાણ, લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ મુસ્તુફા ખોડા, પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય મલંગખા પઠાણ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story