/connect-gujarat/media/post_banners/8abb888796ea8a57d56daf9d83842edcb78df8b602028342dd2f4bfda86e4ab2.webp)
ભરૂચમાં પતંજલિ યોગ સમિતિ, મહિલા પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસની “જડીબુટ્ટી દિવસ” તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આધુનિક યુગના ધન્વતરિ પરમશ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના જન્મદિવસને “જડીબુટ્ટી દિવસ” તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચમાં પતંજલિ યોગ સમિતિ, મહિલા પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ-ભરૂચના સહયોગથી ભરૂચમાં ચાલતી યોગ કક્ષાઓમાં તથા જહેર જગ્યાઓએ નિઃશુલ્ક જડીબુટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં તુલસી, ગળો, હડ્ડજોડ, કુંવારપાઠુ, આજમાં, પારિજાતકના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમા પટેલ તથા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી તથા સાઉથ ગુજરાત સોશ્યલ મીડિયા પ્રભારી પ્રકાશ પટેલ તથા સંગઠન પ્રભારી ભાવના સાવલિયા, અંજલિ ડોગરા, ઉર્વશી પટેલ, ગીતા રાઠોડ, તૃપ્તિ જાવિયા દ્વારા યોગ સાધકો તથા સમાજ લોકોને રોપાઓ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. “કરો યોગ, રહો નિરોગ” તથા “હર ઘર ઔષધ”ના સંકલ્પ સાથે બહેનોએ વિશ્વમ ગ્રીન સોસાયટીમાં નિઃશુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કર્યુ હતું.