ભરૂચ : ગાંધી જયંતિ પૂર્વે પાલેજ પંથકમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું, પોતાનું ગામ સ્વચ્છ રાખવા લોકોને અપીલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ : ગાંધી જયંતિ પૂર્વે પાલેજ પંથકમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું, પોતાનું ગામ સ્વચ્છ રાખવા લોકોને અપીલ...

ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનું આયોજન

પાલેજમાં સ્વછતા અભિયાનના કાર્યક્રમમાં નગરજનો જોડાયા

સાફ-સફાઈ કરી લોકોને પોતાનું ગામ સ્વચ્છ રાખવા અપીલ

ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં સ્વછતા અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. તા. 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,

ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પાલેજ પોલીસ મથકના પીઆઇ શિલ્પા દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણ, પત્રકારો તેમાજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈ સ્વછતા અભિયાનનું આયોજન કર્યું હતું. એક કલાક શ્રમદાનની પ્રવૃત્તિ યોજી રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળે સાફ-સફાઈ યોજી લોકોને પોતાનું ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

Latest Stories