ભરૂચ : ભાડભુત બેરેજ અને એલીવેટેડ કોરીડોર માટે ભંડોળની ફાળવણી

ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે

ભરૂચ : ભાડભુત બેરેજ અને એલીવેટેડ કોરીડોર માટે ભંડોળની ફાળવણી
New Update

ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે. જેમાં ભાડભુત બેરેજ યોજના માટે 1,240 કરોડ રૂપિયા અને ભરૂચની શ્રવણ ચોકડીએ એલીવેટેડ કોરીડોર માટે 400 કરોડ રૂપિયાનો સમાવેશ થવા જાય છે. ભરૂચની એબીસી ચોકડી અને શ્રવણ ચોકડી પર થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી જંબુસર ફલાયઓવરના શેરપુરા ગામ તરફના છેડાથી એબીસી ચોકડી સુધી એલિવેટેડ કોરીડોર બનાવવામાં આવશે.

શ્રવણ ચોકડી ખાતે વકરતી જતી ટ્રાફિક સમસ્યા અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા અન્ય આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને અવગત કરાવ્યાં હતાં. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજય સરકારે જંબુસર ફલાયઓવરના શેરપુરા તરફના છેડાથી એબીસી સર્કલ સુધી આશરે 400 કરોડ રૂપિ્યાના ખર્ચે 3.5 કીમી લાંબા એલિવેટેડ કોરીડોરને મંજુરી આપી છે. બજેટમાં 400 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવાતા હવે ટુંક સમયમાં કોરીડોરના નિર્માણની કામગીરીનો પ્રારંભ થશે. આ ઉપરાંત રાજય સરકારે ભાડભુત પાસે બની રહેલાં બેરેજ માટે પણ 1,240 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

#Bharuch #cmogujarat #NarmadaMaiyaBridge #purneshmodi #DushyantPatel #Budget2022 ##BhadbhutCozway ##ElivatedCorridor ##ShravanChowkdi
Here are a few more articles:
Read the Next Article