/connect-gujarat/media/post_banners/ad6b19955a5e54589da3d8548d07433b7642ca13e29dcaa62168e74e0337823e.webp)
આમોદની પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોનાં ટોળે ટોળા રસ્તા પર આવી જતા લોકોએ રસ્તાને ચક્કા જામ કરી દીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદની પુરસા નવી નગરી પાસે નવા રસ્તાનુ કામ થયેલ છે. જેના પગલે આવતાં જતા વાહનો પુર પાડ ઝડપે પસાર થતી હોય છે. સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહી છે. પરંતું જાડી ચામડી ધરાવતા તંત્રને કાને વાત પોહચતી નથી જેના પગલે આજ રોજ વાઘેલા નરેશ કુમાર નામનો ઈસમને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેઓની તબિયત નાજુક લાગતા તેઓને જંબુસરની દારુલ કુરાન હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આજ સ્થળે અકસ્માત સર્જ્યો હતો. જેમાં પૂરસા નવી નગરીમા રેહતા અયૂબ ખોખર નામનાં ઈસમનુ કમકમાંટી ભર્યું મોત સ્થળ ઉપર જ નિપજ્યું હતું. જેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે આજ રોજ વધુ એક અક્સ્માત થતાં લોકોમાં રોષનો પારો સાતમા આસમાને પોહચી ગયો હતો અને સ્થાનિકો નાં ટોળા રસ્તા પર આવી ચઢીયા હતાં. રસ્તો બંધ કરી દીધો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલિસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/19/bus-2025-07-19-20-28-40.jpg)